સંતાન ને દોષ દીધા વગર ગામ ના કોઈ પણ બગીચે જઈ ને રડી લેવુ….
બાળક ને ઈંગ્લીશ મિડીયમ મા ભણાવો ઈંગ્લીશમા વાતો કરતા શીખવો
‘બર્થડે‘..’મેરેજ એનીવર્સરી‘ વિગેરે આવા બધા પ્રસંગો ને ઈંગ્લીશ કલ્ચર થી ઉજવતા જોઈ ને રાજી થાવ…
માતા પિતા ને ‘મમ્મા ‘ અને ‘ડેડા’ કેતા પણ શીખવો…
અને જ્યારે એજ ઈંગ્લીશ કલ્ચર થી સજ્જ બાળક મોટુ થઈ ને તમને સમય ન આપે, અથવા તમારી લાગણી ને ન સમજે અથવા તમને તુચ્છ સમજી ને હડધુત કરે અથવા તેનામાં તમને કોઈ પણ સંસ્કારો ના દર્શન ન થાય તો બિલકુલ પણ ઘર નુ વાતાવરણ ગમગીન કર્યા વગર કે સંતાન ને દોષ દીધા વગર ગામ ના કોઈ પણ બગીચે જઈ ને રડી લેવુ….
કારણ કે….
બાળક ની પેલ્લી વર્ષગાંઠ ઉપર હવન કુંડ મા આહુતી કેવી રીતે અપાય એના બદલે છરી થી ‘કેક‘ કેમ કપાય એ શિખવનાર આપણે…
મંત્ર શુ છે તેની તાકાત કેવી છે પ્રભાવ કેવો છે પુજા પાઠ ના સંસ્કાર આપવા ને બદલે કડકડાટ ઈંગ્લીશ બોલતા સાંભળીને રાજી થતા આપણે…
પેલ્લી વાર બહાર જતા ‘જય શ્રી કૃષ્ણ‘ ને બદલે ‘બાય બાય ‘કેતા શિખવનાર આપણે…
પરીક્ષા આપવા જતી વખતે ઈષ્ટ/વડીલો ને પગે લગાડવા ને બદલે ‘Best of Luck‘ કહીને સ્કૂલે મોકલનારા આપણે…
બાળક પાસ થતા ઘર મા સાથે બેસી ને લાપસી જમવા ને બદલે હોટેલ મા કચરો ખાવા મોકલનારા આપણે…
આજ બાળક મોટુ થાય છે અને પરણે એટલે કુળદેવતા/દેવ દર્શને મોકલવાને બદલે હનીમુન કરવા ‘ફોરેન‘ ની ટીકીટ તેના હાથમાં આપવા વાળા આપણે…
ઘણી એવી અંગ્રેજ કલચર છે કે જેને પગે લાગવા મા શરમ લાગે છે…વાંક કોનો ???
ઈંગ્લીશ ભાષા છે તેને શીખવાની હોય.. જીવન માં ઉતારવા ની ન હોય…
આપણે ભારત મા રહીએ છીએ
ફોરેન મા નહી આ યાદ રાખવુ
અને છેલ્લે કદાચ દીકરા/દીકરી ના છુટા છેડા થાય તો ફોરેન મા તો આ બધુ ચાલ્યા જ કરે……’English culture ‘..
ભારતીય સંસ્કૃતિ. ગુજરાતી ભાષા. સંસ્કાર. વડીલો ને પગે લાગી સમ્માન આપવુ. વિવેક. પુજાપાઠ… આ બધુ જેને વાહીયાત લાગતુ હોય તેણે કાયમી VISA મેળવી લેવો….