એક વૃદ્ધ માણસે ચોરી કરી

અમેરિકામાં એક વૃદ્ધ માણસે રોટલી ચોરી

અમેરિકામાં એક વૃદ્ધ માણસ ને રોટલી ચોરી ના ગુના માં કોર્ટ માં રજૂ કરવામાં આવ્યો હતો.

વૃદ્ધ વ્યક્તિ એ ચોરી સ્વીકાર કરી, અને કહ્યું હું ભૂખ્યો હતો અને ચોરી ના કરત તો હું મરી જાત.!!

જજ વૃદ્ધ વ્યક્તિ ને જણાવે છે કે, “તમે રોટલી ચોરી કરવાનો ગુનો કબૂલ કાર્યો છે એટલે હું આ ગુના માટે તમને દસ ડોલર દંડ કરવાની સજા કરું છું.”

અને હું જાણું છું કે આટલી રકમ તમારી પાસે નહીં હોય એટલે આ રકમ આપના તરફ થી હું આપૂ છું.!!

કોર્ટમાં મૌન પસરી જાય છે અને જજ તેના ખિસ્સામાંથી દસ ડોલર કાઢી ને તે વૃદ્ધ માણસ તરફ થી દંડ રાષ્ટ્રીય ખજાનામાં જમા કરાવે છે…

જજ કોર્ટ માં બેઠેલ બધા વ્યક્તિઓ ને જોઈને ઊભા થાય છે અને કહે છે “હું અહીંયા કોર્ટમાં હાજર બધા લોકો ને દસ ડોલર ની સજા ફરમાવું છું”….

કારણ કે તમે એક એવા દેશમાં રહો છો જ્યાં એક ગરીબ માણસ ને ખોરાક માટે ચોરી કરવી પડે છે……!!

કોર્ટ માં રહેલ બધા લોકો પાસે થી 480 ડોલર એકત્રિત થાય છે અને ન્યાયાધીશ તે વૃધ્ધ વ્યક્તી ને આપે છે.

આપણાં દસ રૂપિયા એટલા અગત્યના નથી હોતા જેટલા ક્યારેક નિઃસહાય લોકો માટે અગત્યના હોય છે.

પરિવર્તન માટે, આપણે આપણી જાતને બદલવી જોઈએ, કોઈની સુખનું કારણ એ સૌથી મોટી ખુશી છે.