ડિપ્રેશન એ બીજું કશું નહિ પણ મન નું કામચલાઉ મોત છે..
દરેક માણસ માં એક અત્યંત ઋજુ ખુબ જ સંવેદનશીલ અને પોતાની રીતે જીવવા ઈચ્છતો એકમાણસ વસતો હોય છે..
આપણી અંદર થી જ ક્યારેક એ માણસ બહાર આવવા તરફડતો હોય છે..કરગરતો હોય છે..
આપણને કહેતો હોય છે..કૈક તો મને ગમે તને ગમેએવું કર..આપણે એને ટપલી મારી બેસાડી દઈએ છે..હમણાં નહિ..હમણાં બીજા કામો છે..હમણાં એટલો સમય નથી..
થોડાક તો હળવા રહો..
આપણે પરફેક્ટ થવાની પ્રેકટીસ કરતા હોઈએ છે..પણ રિલેક્સ થવાની રિધમ ને સમજતા જનથી..
દરેક વખતે મન ને મનાવવા ને બદલે ક્યારેક મનનું પણ માની લેવું જોઈએ..